મોરબીના ટિંબડી પાસે ડમ્પર પાછળ કાર અથડાતાં માળીયા (મી)ના યુવાનનું મોત, બે ને ઇજા
માળીયા (મી)ના અણિયારી રોડે ભાણેજ સાથે કરેલા ઝઘડાનો ખાર રાખીને મામા સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર ધારિયા-ધોકા વડે હુમલો
SHARE







માળીયા (મી)ના અણિયારી રોડે ભાણેજ સાથે કરેલા ઝઘડાનો ખાર રાખીને મામા સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર ધારિયા-ધોકા વડે હુમલો
માળીયા મિયાણા તાલુકામાં આવતા અણીયારી ટોલનાકા રોડ ઉપર અગાઉ મામા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ભાણેજ ઉપર ત્રણ શખ્સો દ્વારા ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના જૂની ખીરઈ ગામે રહેતા ઈકબાલભાઈ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલ ઉર્ફે કાળો ઉમરભાઈ જેડા, ગુલામહુસેન અલાયાભાઈ જેડા અને હૈદરભાઈ અલાયાભાઈ જેડા રહે. બધા નવાગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના મામાને અગાઉ આરોપી અબ્દુલ ઉર્ફે કાળોના ભાણેજ સાથે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ આર્ટિકા કાર નંબર જીજે 39 સીબી 7181 માં અણીયારી ટોલનાકા નજીક રોડ ઉપર આવ્યા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપી હતી અને ત્યારબાદ ગુલામહુસેન જેડાએ ફરિયાદીને ધારિયા વડે માથામાં મારમારીને ઇજા કરી હતી તેમજ હૈદરભાઈએ ધોકા વડે ફરિયાદીને ડાબા હાથમાં માર મારીને મુંઢ ઇજા કરેલ છે જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
