મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પડતર મકાનમાંથી મળી દારૂની 8 બોટલ, કેદરિયા ગામેથી 250 લિટર આથો કબજે: બંનેમાં આરોપીની શોધખોળ ચાલુ


SHARE







મોરબીમાં પડતર મકાનમાંથી મળી દારૂની 8 બોટલ, કેદરિયા ગામેથી 250 લિટર આથો કબજે: બંનેમાં આરોપીની શોધખોળ ચાલુ

મોરબી શહેરના વજેપર વિસ્તારમાં પડતર મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જ્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં વાડીના શેઢે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો મળી આવેલ હતો જો કે, બંને રેડમાં આરોપી પકડાયેલ નથી જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ વજેપર વિસ્તારમાં મોમાઈ ડેરીની પાછળના ભાગમાં આવેલ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાં એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવતા 5,568 રૂપિયાની કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી અને આ દારૂનો જથ્થો ભૂપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોમાઈ ડેરી પાસે મોરબી વાળાનો હોવાનું સામે આવતા તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં વિષ્ણુભાઈ કોળીની વાડી પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે 6,250 ની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી વિષ્ણુભાઈ સુંદરભાઈ કોળી રહે. કેદારિયા તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

મોરબી નજીકના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસે જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જીગ્નેશ રાજેશભાઈ ચૌહાણ (28) રહે. ભડીયાદ રોડ ભાંડીયા કાંટા પાસે જીજે 36 પાનની સામે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 1220 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News