મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન


SHARE









વાંકાનેરના આંગણે સર્વ હિન્દૂ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ  દ્રારા આયોજીત  ભવ્યાતિ ભવ્ય જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દૂ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફરતા બાદ આ આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ દ્વારા વાંકાનેર ખાતે અઢારે વરણને સાથે રાખીને “દિકરી નું પાનેતર” ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/05/2025 ને રવીવારે સાંજે 5:00 કલાકે સર્વે હિન્દૂ જ્ઞાતીની દીકરીઓ માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે અને આ સમૂહ લગ્નમાં દરેક દિકરીઓને 101થી વધારે ચીજ વસ્તોઓનો કરિયાવર ભેટ આપવામાં આવશે. જેથી સર્વ હિન્દૂ જ્ઞાતિ જે દિકરીઓ આ સમૂહલગ્નોત્સવમાં જોડાવવા માંગતી હોઈ તેઓએ વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે અને વધુ માહિતી માટે સમસ્ત હિન્દૂ સેવા ગ્રુપ કાર્યાલય (હેડ ઓફિસ) ન્યૂ કોમ્પલેક્ષ પહેલા માળે, જ્ઞાનગંગા સ્કૂલ સામે, બસ સ્ટેન્ડ મેઇન રોડ, વાંકાનેર (9173009968 અને 9106518189) તેમજ સાજણ એગ્રો પાડધરા બસ સ્ટેન્ડ પાસે (8849324020) સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.




Latest News