મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇકનું અકસ્માત થતાં યુવાનનું મોત


SHARE









મોરબીની જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇકનું અકસ્માત થતાં યુવાનનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આમરણ પાસે આવેલ ડાયમંડ નગર ગામે રહેતો સંદીપભાઈ લાલજીભાઈ ગાંભવા (36) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં સંદીપને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કુશ પોલિપેકમાં રહેતો શિવમભાઈ શિવશંકર વર્મા (16) નામનો સગીર ત્યાં હતો ત્યારે યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને માથાના ભાગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

માળીયા (મી)ના અર્જુનનગર પાસે અકસ્માત
મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ અર્જુનનગર ગામ પાસે બાઇક સ્લીપ થયું હતું જેમાં બાઇક નંબર જીજે 12 ઇઆર 5129 નંબરનું બાઈક લઈને પડધરી ગામનો અરબાઝ રસુલભાઇ પલેજા (25) નામનો યુવાન જતો હતો ત્યારે બાઈક આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને યુવાને બાઇકને બ્રેક કરતાંની સાથે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને હાથ તેમજ ઝડબામાં ફ્રેક્ચર અને માથામાં હેમરેજ થયેલ છે જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈ શાહબાઝ પલેજાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ઇજા પામેલા યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News