મોરબી-માળીયામાં રિલ્સ બનાવવા સ્ટંટ કરીને કાયદાનો સરેઆમ ભંગ કરતાં બે શખ્સનાં વિડીયો વાઇરલ: એક ઝડપાયો
SHARE
મોરબી-માળીયામાં રિલ્સ બનાવવા સ્ટંટ કરીને કાયદાનો સરેઆમ ભંગ કરતાં બે શખ્સનાં વિડીયો વાઇરલ: એક ઝડપાયો
મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર બાઈકના સ્ટંટ કરતા હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેવામાં મોરબીના રવાપર રોડે અને મ્લાઈયા તાલુકામાં બાઈકના સ્ટંટ કરતાં બે શખ્સનાં વિડીયો સામે આવ્યા હતા અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેથી માળીયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઈક ઉપર સ્ટંટ કરી રહેલા શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરી હતી જો કે, મોરબી એ ડિવિઝન પોલીસે બાઈકના સ્ટંટ કરી રહેલા શખ્સને પકડવા તજવીજ હાથ ધરી છે.
સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રિલ્સ મુકવા માટે અને વ્યુ વધારવા માટે થઈને ઘણી વખત જીવ જોખમમાં મૂકે તે પ્રકારના વિડીયો બનાવતા પણ આજકાલના યુવાનો અચકાતા નથી. છેલ્લા મહિનાઓમાં મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં જેમાં ખાસ કરીને વાંકાનેરના નેશનલ હાઈવે રોડ ઉપર બાઈક સૂતા સૂતા બાઇક ચલાવીને સ્ટંટ કરતાં શખસોના વિડીયો સમે આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસે કાર્યવાહી પણ કરી હતી આવી જ રીતે અન્ય વિસ્તારોમાંથી પણ બાઈકના સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો સામે આવ્યા હતા જેથી પોલીસે ત્યાં પણ કાર્યવાહી કરી હતી તેવી જ રીતે તાજેતરમાં મોરબી જીલ્લામાં વધુ બે વિડીયો બાઈકના સ્ટંટ કરતાં હોય તેવા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.
ગઇકાલે સવારે માળિયા મિયાણાનાં ખાખરેચી ગામે બાઈકના સ્ટંટ કરનારા એક શખ્સનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ હતો જેથી બાઈક પર જોખમી સ્ટંટ કરનારા શખ્સને પોલીસ શોધી રહી હતી અને માળિયા તાલુકા પોલીસે ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ કોળી નામના શખ્સને પકડીને તેની સામે ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યાર બાદ આજે સવારથી મોરબીમાં રવાપર રોડે આવેલ ચકિયા હનુમાન મંદિર પાસે મેઇન રોડ ઉપર બાઇકના સ્ટંટ કરતા શખ્સનો વિડિઓ વાયરલ થયેલ છે જેમાં તે શખ્સ સુતા સુતા મેઇન રોડ પર બાઇક ચલાવતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે બાઈકના મોરબીના સ્ટંટ કરનાર આ શખ્સને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી રહી છે જો કે, સવાલ એ ઊભો થાય છે કે ,પોલીસ સ્ટંટ બાજો સામે કાર્યવાહી કરતી હોવા છતા સ્ટંટ બાજો સુધારતા જ નથી અને પોતાની તેમજ બીજાની જિંદગી તેની એક નાની રિલ્સ માટે જોખમમાં મૂકે છે તેને કાયમી ધોરણે બંધ કરાવવા કેવા પાઠ ભણાવા પડશે.