મોરબી-માળીયામાં રિલ્સ બનાવવા સ્ટંટ કરીને કાયદાનો સરેઆમ ભંગ કરતાં બે શખ્સનાં વિડીયો વાઇરલ: એક ઝડપાયો
પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી
SHARE
પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર: માળીયા મિયાણા તાલુકાનાં નાના દહીંસરા ગામે એક સાથે સાત મકાનોમાં ચોરી
મોરબી સહિત ગુજરાતમાં શિયાળામાં જેમ ઠંડી વધે છે તેમ ચોરીની ઘાટનો પણ વધે છે તે હકકીત છે તેવામાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં નાના દહિસરા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધેલ છે અને એકી સાથે એક કે બે નહીં સાત મકાનોમાં ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે તસ્કરોએ ખુલ્લો પડકાર ફેંકીને પોલીસ તેમજ સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ગુરુવારની રાતે મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરો નાઈટ પેટ્રોલીંગમાં હોય તેવો ઘાટ સર્જાયો છે કેમાં કે એક જ રાતમાં તસ્કરોએ સાત મકાનના તાળાં તોડેલ છે. વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાવા મળતી માહિતી મુજબ માળીયા (મી) ના નાના દહીંસરા ગામે તસ્કરોએ સાત જેટલા બંધ મકાનના તાળા તોડી નાની મોટી રકમના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. જો કે, જે મકાનોને તસ્કરોએ નિશાન બનાવેલ છે તેમાંથી મોટાભાગના લોકો મોરબીમાં રહે છે જેથી કરીને તેના મકાન બંધ હોય છે અને આ બંધ મકાનમાં ચોરીઓ કરવામાં આવેલ છે જેથી અગાઉ કામમાં રેકી કરવામાં આવી હોય તેવી શક્યતા છે અને જે રીતે માળીયા તાલુકામાં તસ્કરોએ ધામા નાખેલ છે તેવી જ રીતે મોરબી તાલુકાનાં મકનસર ગામે પણ તસ્કરોએ ધામા નાખેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.