મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળિયા (મી)માં કારની સર્વિસ કરાવવા ગયેલા યુવાનની બે શખ્સોએ ધારિયા-ધોકા વડે સર્વિસ કરી નાખી !: બંને આરોપીની ધરપકડ


SHARE





માળિયા (મી)માં કારની સર્વિસ કરાવવા ગયેલા યુવાનની બે શખ્સોએ ધારિયા-ધોકા વડે સર્વિસ કરી નાખી !: બંને આરોપીની ધરપકડ

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ વિશાલા હોટલના ગ્રાઉન્ડમાં યુવાન પોતાની ગાડીની સર્વિસ કરાવી રહ્યો હતો દરમિયાન બે શખ્સો ત્યાં ધારિયા અને ધોકા સાથે આવ્યા હતા અને કોઈ પણ વાંક વગર યુવાન ઉપર હુમલો કર્યો હતો અને તેને હાથે, પગે તથા વાંસાના ભાગે માર મારીને ઈજા કરી હતી તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની કારનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા  પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના ચીખલી ગામે રહેતા સલીમભાઈ કરીમભાઈ કટિયા (42)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાહિલ રમણભાઈ મોવર અને મોસીન નુરાલીભાઈ મોવર રહે. બંને માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કેમાળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ વિશાલા હોટલના ગ્રાઉન્ડમાં ફરિયાદી પોતાની કાર નંબર જીજે 13 સીસી 4307 લઈને ગયો હતો અને તેની ગાડીને સર્વિસ કરાવતો હતો દરમિયાન બંને આરોપી ત્યાં આવ્યા હતા અને કોઈપણ કારણ વગર બંને આરોપીઓ ધારિયા અને ધોકા વડે ફરિયાદીને હાથે, પગે અને વાસાના ભાગે મારમારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીની ગાડીનો કાચને પણ તોડી નાખવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપી સાહિલ રમણભાઈ મોવર અને મોસીન નુરાલીભાઈ મોર રહે. બંને માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News