મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની 36 બોટલ સાથે આરોપીની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE









મોરબીમાં ઘરમાંથી દારૂની 36 બોટલ સાથે આરોપીની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલ મળી આવતા પોલીસે 20,232 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જો કે, અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્કિટ હાઉસની સામેના ભાગમાં વિદ્યુતનગરના ઢાળ પાસે આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પુરબીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલો મળી આવતા પોલીસે 20,232 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયા (35) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને અનવર મુસાભાઇ કુરેશી રહે. મોરબી વાળો આપી ગયો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી અનવર કુરેશીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News