મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં ડ્રાઇવરને રોકી રાખવાનું કહેતા સાત ઇસમો દ્વારા યુવાન ઉપર હુમલો


SHARE









મોરબીના જેતપર રોડ ઉપર કારખાનામાં ડ્રાઇવરને રોકી રાખવાનું કહેતા સાત ઇસમો દ્વારા યુવાન ઉપર હુમલો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાનામાં ડ્રાઇવરને રોકી રાખવા માટે કહેવામાં આવ્યું હતું.જે બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી અને બાદમાં ગેઇટ પાસે બોલાવીને પણ યુવાન ઉપર સાત શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતા હાલ તાલુકા પોલીસ દ્વારા સાત લોકોની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના રંગપર ગામ પાસે આવેલ બ્રીવેન્જા ગ્રેનાઈટો નામના યુનિટની અંદર તેમજ ગેઇટની પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે સંદર્ભે ગૌતમભાઈ રમેશભાઈ પારેજીયા પટેલ (૨૬) રહે.મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ શુભવિલા એપાર્ટમેન્ટ સામાકાંઠે મોરબી-૨ વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉદય કાનજી હુંબલ, કિશન કાનજી હુંબલ, મહેશ રમેશ પરમાર અને નિલેશ રમેશ પરમાર તથા ત્રણ-ચાર અજાણ્યા ઇસમો દ્વારા મારવામાં આવ્યો હોવાની તેઓએ ફરિયાદ નોંધાવી હતી.જેમાં ગૌતમભાઈ પારેજીયાએ વધુમાં પોલીસને જણાવ્યું હતું કે, કારખાનામાં ફોર ક્લિપના ડ્રાઇવરને રોકી રાખવાનું કહેવામાં આવ્યું હતું.જે બાબતે ઉદયભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તેઓએ ફરિયાદી ગૌતમભાઇને ગાળો આપી ઢીકાપાટુંનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ અન્ય ઈસમોને બોલાવીને ગૌતમભાઇને ગેઇટ પાસે બોલાવીને ત્યાં પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.મારામારીના ઉપરોક્ત બનાવ સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનના એ.પી.જાડેજા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેઓ દ્વારા હાલમાં મારામારીના આ બનાવમાં ઉદય કાનજીભાઇ હુંબલ આહીર (૨૫), કિશન કાનજીભાઇ હુંબલ આહીર (૨૫), મહેશ રમેશભાઈ પરમાર (૩૧), નિલેશ રમેશભાઈ પરમાર (૨૫) રહે.ચારેય કુંભારીયા તાલુકો માળીયા મીંયાણા જી.મોરબી તેમજ શામજી માવજીભાઇ પરમાર (૨૬) રવિ ત્રિકમભાઈ પરમાર (૨૫) અને ઘનશ્યામ ત્રીકમભાઈ પરમાર (૨૨) રહે.ત્રણેય નવા સાદુળકા તા.જી. મોરબી વાળાઓની મારામારીના ઉપરોક્ત બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું હાલ તાલુકા પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

વધુ પડતી દવા પી જતા સારવારમાં

મોરબીના એસપી રોડ આઇકોન રેસિડેન્સી ખાતે રહેતા રમેશભાઈ ભગવાનજીભાઈ વીરસોડિયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ વધુ પડતી એન્ટી ડિપ્રેશનની દવાઓનો ડોઝ પી ગયા હતા.જેથી રમેશભાઈને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબી સુપર ટોકીઝ પાસે આવેલ કુંભાર શેરી ખાતે રહેતા રાકેશભાઈ રામજીભાઈ પ્રજાપતિ નામના ૪૨ વર્ષના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં

મોરબીના રોહીદાસપરામાં રહેતા પ્રવીણભાઈ કલાભાઈ પરમાર નામના ૫૦ વર્ષીય આધેડ ઘર નજીક કન્સ્ટ્રકશન સાઇટ ઉપર હતા.ત્યાં સીડી ઉપરથી પડી ગયા હતા.જેથી તેઓને મોરબીની સિવિલ ખાતે લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.તે રીતે જ મોરબી નવલખી રોડ લાઇન્સનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ બાબુભાઈ ડઘાયા નામના ૪૫ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં તેમને પણ સિવિલે લઈ જવામાં આવ્યા હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવેલ છે.




Latest News