મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય
માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત
SHARE







માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત
માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં વીજ કંપનીના વાયર નડતર રૂપ છે ત્યારે આ નડતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.
માળીયા (મી)ની બગસરા ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ કરવું છે તેમાં ફળીયા વચ્ચે નિકળતા વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓએ અનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક સૂચના આપવામાં આવે છે જેથી લોકોને ધક્કા થાય છે અને નાના માણસોને ફી માં માફી આપવામાં આવે અને નડતર રૂપ વાયરને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ પંચાયતે કરેલ છે.
