મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રહેણાંક મકાનમાંથી 26 બોટલ દારૂ મળ્યો !: બે આરોપીની શોધખોળ


SHARE













મોરબીમાં રહેણાંક મકાનમાંથી 26 બોટલ દારૂ મળ્યો !: બે આરોપીની શોધખોળ

મોરબીના સામાકાંઠે ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે મકાનમાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો જેને કબજે કરીને પોલીસે બે શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.  

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલી બાતમીના આધારે જુના ઘૂટું રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા રવિ રમેશભાઈ વિજવાડીયાના મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલમાં રૂપિયા 25,889 ની કિંમતના દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં રવિ રમેશભાઈ વિજવાડીયા તથા દેવેન્દ્ર ઉર્ફે બાબો મનુભા રાણા રહે. સિલ્વર પાર્ક સોસાયટી ઘૂટું રોડ મોરબી વાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પૂનમબેન મનસુખભાઈ અગેચાણીયા નામની 19 વર્ષની યુવતીને પાડોશી સાથે બોલાચાલી ઝઘડો અને મારા મારી થયેલ હતી જે બનાવમાં ઇજા થયેલ હતી માટે યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરેલ છે. જ્યારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા અનુજ રામગોપાલ આહીર (25) નામના યુવાનને મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી અનુજ આહીર નામના યુવાને સિવિલે સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.




Latest News