માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા
મોરબીમાં શ્રી શક્તિ ડેન્ટલ ક્લિનિક ખાતે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે
SHARE







મોરબીમાં શ્રી શક્તિ ડેન્ટલ ક્લિનિક ખાતે રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે
મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે આગામી તા 5 ને રવિવારે સવારે 9”30 થી 1:00 વાગ્યા સુધી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં શ્રી શક્તિ મેડિકલની બાજુમાં કુળદેવી પાન સામે આવેલ શ્રી શક્તિ ડેન્ટલ કેર & ઈમ્પ્લાન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને કેમમાં પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા દાંત નિષ્ણાત ડોક્ટર અંજનાબા એ. ઝાલા નિઃશુલ્ક સેવાઓ આપશે. અને આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીએ 832091021 ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કેમ્પમાં મશીન દ્વારા દાંતની સફાઈ, દાંતના મૂળની સારવાર, પેઢાના રોગોની સારવાર, ડીજીટલ એકસ-રે, દાંતના સડાની સફાઇ, ચાંદી તથા દાંતના કલર જેવું ફિલિગ, નાના બાળકોના દાંતની અદ્યતન ઉપકરણોથી સારવાર, મોઢામાં પડેલા ચાંદાઓનું નિદાન અને સારવાર વિગેરે સારવાર આપવામાં આવશે.
