મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

નફટ કબૂલાત: મોરબી જીલ્લામાંથી માલધારીઓની ગુમ થયેલ 14 પૈકીની મોટાભાગની ગાયની કતલ કરીને મિજબાની માણી !, 6 આરોપીની ધરપકડ


SHARE







નફટ કબૂલાત: મોરબી જીલ્લામાંથી માલધારીઓની ગુમ થયેલ 14 પૈકીની મોટાભાગની ગાયની કતલ કરીને મિજબાની માણી !, 6 આરોપીની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાય પરત આપેલ ન હતી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો માટે માલધારી દ્વારા બે શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરેલ છે અને આરોપી પિતા પુત્રએ 1 થી 4 હજાર સુધીમાં ગાયને ગેરકાયદે વેચી નાખી હતી અને તેમાંથી મોટાભાગની ગાયોની કતલ કરીને બાકીના ચાર આરોપીઓએ મિજબાની માણી હોવાની નફટ કબૂલાત પોલીસને આપેલ છે. જેથી પોલીસે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

માળિયા (મી) ના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓની માલિકીની 20 ગાય તેમજ સાહેદ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને આપી હતી જે પૈકીની ફરિયાદીની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય આરોપીઓએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા પિતા પુત્ર સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી (45) અને મુસ્તાક આમીનભાઈ લધાણી (19) રહે. બન્ને ચીખલી તાલુકો માળીયા (મી) તથા રમજાન હારુનભાઈ જામ (35) રહે. જુના અંજિયાસર તેમજ અલાઉદ્દીન મુસાભાઇ જામ (20), અબ્બાસ મુસાભાઇ મોવર (33) અને સાઉદીન ઓસમાણ કાજેડીયા (36) રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વધુમાં માહિતી આપતા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબારે જણાવ્યુ હતું કે, જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે પૈકીનાં આરોપી મુસ્તાક લધાણી અને આમીન લધાણીને ચરાવવા ફરિયાદી સહિતના જે માલધારીઓએ તેની ગાય આપી હતી જેમાંથી તેને 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી અને ત્યાર બાદ આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હતી અને ગૌ માંસની મિજબાની માણી હોવાનું કબૂલાત આપેલ છે જે 14 ગાય ગુમ થયેલ હતી તેમાંથી એક ગાય મળી આવેલ છે જો કે, બાકીની 13 ગાય ની આરોપીઓએ ગૌ માસની મિજબાની માટે કતલ કરી હોવાની શક્યતા છે જેથી કરીને પોલીસે આરોપીએ જે ગાય હાલમાં ગુમ છે તેની કતલ કયા કરી હતી અને તેની મિજબાની કયા માણી હતી તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને આ શખ્સો દ્વારા કુલ કેટલી ગાયોનો કતલ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલી રહી છે.






Latest News