મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE













માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ

માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમ સાથે રહીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી વિવાદમાં રહેલ મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવા રજુઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી 15 થી 20 કિલો મીટર દુર બનાવવા સ્થાનિક તંત્રમાં તાલ મેલ થઈ રહ્યો હતો. જેનાથી માળિયા શહેરની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને હેરાન થવું પડે તેમ છે. જેથી કરીને હાલમાં આવેદન આપીને અલટીમેટમ આપ્યું છે કે, અગાઉ સ્કુલ, આઇટીઆઇ અને અન્ય સરકારી સેવાઓ શહેરથી દૂર બનાવેલ છે આવી જ રીતે જો મામલતદાર કચેરીને સેન્ટરથી દુર લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જરૂર પડ્યે શહેરીજનોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.




Latest News