મોરબીના મહાસંઘ દ્વારા તૈયાર કરાયેલ સત્ય સનાતન ભારત શાશ્વત ભારત ગુણમય ભારત કેલેન્ડર અધિકારીઓને અર્પણ
મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા
SHARE
મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા
આજરોજ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરેલ હતુ જેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા ની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ હતુ ત્યારે નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
આ સંસ્થાના પુર્વપ્રમુખ ભુપતભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામનો અભૂતપૂર્વ વિકાસ થયેલ છે. અને તેમના જીવનનો એક જ મંત્ર હતો "પરશુરામ ધામનો વિકાસ" છેલ્લા વર્ષોમાં પરશુરામ ધામમાં અવનવા વિકાસના આયામ સ્થાપિત કરવામાં આવેલ છે જો કે, થોડા સમયથી તેની તબિયત નાદુરસ્ત થતા એમને જવાબદારીમાંથી મુક્ત થવા ટ્રસ્ટી મંડળમાં પ્રસ્તાવ મુક્યો હતો જેથી આજે પરશુરામ ધામમાં નવા પ્રમુખની વરણી કરેલ છે અને હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપી છે ઉલ્લેખનીય છે કે, હસુભાઇ પંડ્યા અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે નવનિયુક્ત પ્રમુખ હસુભાઈ પંડ્યાને સૌ કોઈએ આવકાર્યા હતા આ તકે અનિલભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા