મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન


SHARE











મોરબીના રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન

મોરબીમાં ગત તા.12 જાન્યુઆરીના રોજ શ્રી રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાર્યક્રમની શરૂઆત દુર્લભજીભાઈ દેથરીયા(ધારાસભ્ય ટંકારા પડધરી) ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.મહેમાનોનું અભિવાદન રાજપર તાલુકા શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ.દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રારંભિક પ્રવચન કરી શાળાના બાળકોને અનેરા ઉત્સાહમાં લાવી દીધા હતા.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગળચર (નાયબ DPO  તથા TPO), અશોકભાઈ દેસાઈ (પ્રમુખ તાલુકા પંચાયત), નયનભાઈ અઘારા (સદસ્ય જિલ્લા પંચાયત) કેતનભાઇ મારવાણીયા (સદસ્ય તાલુકા પંચાયત), રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા, વિજયભાઈ કોટડીયા, દિનેશભાઈ વડસોલા, વિનોદભાઈ ગોધાણી ,ભરતભાઈ મારવણીયા( સરપંચ રાજપર ગ્રામ પંચાયત) મનહરભાઈ અઘારા(ઉપસરપંચ  રાજપર ગ્રામ પંચાયત) કરમશીભાઈ મારવણીયા, મહેશભાઈ બાવરવા તથા SMC સભ્યો નવજીવન ગ્રુપના સદસ્ય રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લીલા લેરના સદસ્ય, ગામ લોકો, વાલીશ્રીઓ તથા કાયમી શાળામાં ઉપયોગી સ્વયંસેવકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.શાળાના શિક્ષક મિત્રોએ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા અને બાળકોની શક્તિઓને ખીલવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.શાળાના બાળકો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે ઐતિહાસિક નાટકો, કોમેડી નાટકો, એક પાત્રિય અભિનય, ગીત સંગીતની ભવ્યથી અતિભવ્ય રજૂઆત કરી દરેક હાજર રહેલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.કાર્યક્રમના અંતમાં ગામના દાતા પંકજભાઈ  નરભેરામભાઈ વડગાસીયાએ તમામને ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News