મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
SHARE
મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
મોરબી તાલુકાનાં બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયના 50 વર્ષ પૂરા થયેલ છે જેથી કરીને સુવર્ણ જયંતી મહોત્સવ, સ્નેહમિલન તથા ગુરુ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્વ.જેરાજભાઈ કરમશીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 95 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, શાળાના આચાર્ય, શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો, સરપંચ, બરવાળા ગામના યુવાનો, અને કમલેશભાઈ બાવરવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેમસ્વામીએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો, રક્તદાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બરવાળા ગામના સરપંચ તેમજ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.