મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
મોરબીના ગાળા-લક્ષ્મીનગર ગામે બે બનાવમાં બે પરિણીતાએ ફિનાઇલ પી લેતા બંને સારવારમાં
SHARE
મોરબીના ગાળા-લક્ષ્મીનગર ગામે બે બનાવમાં બે પરિણીતાએ ફિનાઇલ પી લેતા બંને સારવારમાં
મોરબી તાલુકાના ગાળા ગામે તથા લક્ષ્મીનગર ગામ પાસે કારખાનામાં જુદા જુદા બે બનાવમાં બે પરિણીતાએ ફિનાઈલ પી લેતા તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા દિવ્યાબેન રાજભાઈ ઝાપડા (21) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ સ્પાકર્સ પોલીમર્સ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતાં જેનાબેન અનિલભાઈ રાઠોડ (20) નામની પરણીતાએ ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે અને જેનાબેન રાઠોડનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે આ બંને બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે
અકસ્માતમાં ઇજા
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસી કૈલાશ શ્યામલાલ મીણા નામનો વ્યક્તિ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સ્કૂલ પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે