મોરબીના ગાળા-લક્ષ્મીનગર ગામે બે બનાવમાં બે પરિણીતાએ ફિનાઇલ પી લેતા બંને સારવારમાં
અમદાવાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઢગો મોરબીમાંથી ઝડપાયો
SHARE
અમદાવાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર ઢગો મોરબીમાંથી ઝડપાયો
અમદાવાદમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે આરોપી મોરબી વિસ્તારમાં હોવાની હક્કિત એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને મોરબીની જૂની કુબેર ટોકીઝ પાસેથી બાળકી સાથે અમદાવાદમાં દુષ્કર્મ કરનારા ઢગાને પકડીને મોરબી પોલીસે આરોપીને અમદાવાદ પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં રામભાઈ મંઢ, શકિતસિંહ ઝાલા તથા ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળી હતી કે, અમદાવાદ શહેર ક્રિષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકીની સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે જે આરોપી દલપતભાઇ મધુભાઇ વઢીયારી રહે. મહાકાળીનગર ઠક્કરનગર અમદાવાદ શહેર વાળો મોરબી વિસ્તારમાં છે જેથી કરીને મોરબી એલસીબીની ટીમે મોરબીની જુની કુબેર ટોકીઝ પાસે પાનના ગલ્લા નજીકથી તેને ઝડપી લીધેલ હતો. અને આરોપી દલપતભાઇ ઉર્ફે દિલીપ મધુભાઇ વઢીયારા (૬૫) રહે. મહાકાળીનગર ઠક્કરનગર અમદાવાદ વાળાને પકડીને અમદાવાદ શહેર ક્રિષ્નનગર પોલીસને જાણ કરીને આરોપી ત્યાં સોંપી આપવામાં આવેલ છે.