મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ટ્રાન્સપોર્ટર યુવાનનું મોત


SHARE













મોરબીના ટિંબડી પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ટ્રાન્સપોર્ટર યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટિયા નજીક બાઇક ચાલકને ટ્રક વાળાએ હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ટ્રાન્સપોર્ટર યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હરિયાણાના રહેવાસી યોગેશભાઈ બજરંગભાઈ શર્મા (33) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસેથી રાત્રિના સમયે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યોગેશભાઈ શર્માને ઇજાઓ થયેલ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં મૃતક યુવાનના કૌટુંબિક મામા સાથે વાત કરતાં તેમણે જનવ્યું હતું કે, મોરબીના લાલપર પાસે આવેલ સિરામિક સિટીમાં યોગેશભાઈ બજરંગભાઈ શર્મા રહેતો હતો અને ટિંબડી નજીક તેનો હેમ કુંડ નામનો ટ્રાન્સપોર્ટ હતો તે પોતાની ઓફિસેથી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ગંભીર ઇજા થયેલ હોવાથી યોગેશભાઈ શર્માનું મોત નીપજયું છે.

ફિનાઇલની ગોળીઓ પીધી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા શેનાઝબેન સિરાજભાઈ સેડાત (23) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની ગોળીઓ પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીક આવેલ સિરામિક કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અશોક રામુભાઈ ગુર્જર (24) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા સુભાષભાઈ આનંદભાઈ પંડ્યા (65) નામના વૃદ્ધ બાઈકમાં લાલપર ગામ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી








Latest News