મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટું નજીક બાઇક સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે યુવાનનું મોત


SHARE

















મોરબીના ઘુંટું નજીક બાઇક સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે યુવાનનું મોત

મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામની પાસે ગૌશાળા નજીક બાઇક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો.જેથી કરીને ઘટના સ્થળે જ મૂળ હળવદના દલવાડી યુવાનનું મોત નિપજેલ છે.ડેડબોડી પીએમ માટે લાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે તપોવન ગૌશાળાની સામેથી બાઇક લઈને પસાર થઈ રહેલા રાજેશ ચતુરભાઈ સોનગ્રા (ઉંમર ૩૪) રહે. હળવદના બાઇકને અજાણ્યા ટ્રક ટ્રેઇલરના ચાલકે તા.૧૮ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં હડફેટે લીધો હતો.જેથી કરીને માથા તથા શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓના પગલે રાજેશ ચતુરભાઈ સોનગ્રા નામના હળવદના દલવાડી યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યું હતું અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા પ્રાથમિક તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી શરણેશ્વર સોસાયટી ખાતે રહેતા રતનબેન મગનભાઈ દલવાડી નામના ૬૭ વર્ષીય વૃદ્ધા તા.૧૭ ના સાંજના સાતેક વાગ્યના અરસમાં શરણેશ્વર મંદિર પાસેથી પગપાળા રોડ ક્રોસ કરતા હતા.ત્યારે અજાણ્યા મોટરસાયકલના ચાલકે રતનબેનને હડફેટે લીધા હતા.જેથી ઈજા પામેલ રતનબેનને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આ બાબતે વધુ તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા પારૂલબેન માવજીભાઈ વણોલ (૩૬) રહે.ખાખરાળા ને ઇજાઓ પહોંચી હતી.બનાવને પગલે તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ સુત્રોને જાણ કરાતા સ્ટાફના જીલુભાઇ ગોગરા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતા મનોજભાઈ દેવજીભાઈ વાંભી (ઉમર ૩૫) નામના યુવાનને લાલપર ગામના સ્મશાન સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને પણ મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

જેતપર રોડ મારામારી

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો ભુપતભાઈ મોહનભાઈ કઠાત નામનો ૩૬ વર્ષનો યુવાન તા.૧૮ ના બપોરના બે વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામે ત્રણ રસ્તા પાસે આવેલ દરગાહ નજીક હતો.ત્યાં તેને કોઈ કારણોસર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઇ છે.




Latest News