ટંકારા નજીક ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો
હનીટ્રેપ: ટંકારાના હરિપર ગામે રહેતા કારખાનેદારને રોંગ નંબરમાંથી આવેલ મહિલાનો કોલ 6 લાખમાં પડ્યો, મહિલા સહિત 5 સામે ફરિયાદ
SHARE









હનીટ્રેપ: ટંકારાના હરિપર ગામે રહેતા કારખાનેદારને રોંગ નંબરમાંથી આવેલ મહિલાનો કોલ 6 લાખમાં પડ્યો, મહિલા સહિત 5 સામે ફરિયાદ
મોરબી જિલ્લાના ટંકારના હરીપર (ભુ) ગામે રહેતા અને મિતાણા નજીક કારખાનું ધારવતા યુવાનને અજાણ્યા નંબરમાંથી મહિલાનો ફોન આવ્યો હતો. અને રોંગ નંબરમાંથી કોલ કરનારા અજાણી મહિલાએ ફ્રેંડશિપ કરવાનું કહીને યુવાનને ફસાવ્યો હતો અને ત્યાર બાદ રાજકોટ તે મહિલાને યુવાન હોસ્પિટલે લઈ ગયો હતો અને અને પાછા આવતા સમયે છતર પાસે તેને ગાડીમાંથી નીચે ઉતારતાની સાથે જ બીજી સ્વિફ્ટ ગાડીમાં આવેલ શખ્સોએ કારખાનેદાર અને તેના મિત્રનું અપહરણ કરીને બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને માર માર્યો હતો અને ત્યાર પછી સમાધાન કરવાનું કહીને કારખાનેદાર પાસેથી 6 લાખ રૂપિયા પડાવ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત 5 સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસને હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હરીપર (ભુ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા (37)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિવ્યાબેન ઉર્ફે પુજા રમેશભાઈ જાદવ રહે. ટંકારા, રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે. ટંકારા, સંજયભાઈ ભિખાલાલ પટેલ રહે. મોરબી, હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. નાની વાવડી ખોડીયાર સોસાયટી મોરબી અને રુત્વિક દિવ્યાબેન ઉર્ફે પુજાનો ભાઈ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, સાતેક દિવસ પહેલા તેના ફોન નં. 99746 97237 ઉપર અજાણ્યા નં. 97373 30059 માંથી ફોન આવેલ હતો અને પુજાબેન નામની મહીલાએ “તમે પાણી વાળા ભાઈ બોલો છે” તેવું કહ્યું હતું જેથી ફરિયાદી ના કહી હતી ત્યાર બાદ બીજા દિવસે તે નંબર ઉપરથી ફરિયાદીના વ્હોટ્સ એપમાં "જય માતા" તથા “ગુડ મોર્નિંગ” લખેલ બે મેસેજ આવેલ હતા માટે ફરિયાદી મેસેજ ન કરવા માટે કહ્યું હતું
ત્યારે પૂજાબેને કહ્યું હતું કે, મારા પતી ટ્રક ડ્રાઈવર છે જેથી તે ઘરે અમુક-અમુક સમયે જ આવે છે માટે તમારી સાથે ફેન્ડસીપ કરવી છે. હુ મોરબીના ઘુંટુ ગામે રહું છું. તમે કેસો ત્યા આવી જાઇસ. ત્યાર બાદ પાંચથી છ દિવસ સુધી અવાર-નવાર ફોનમાં વાત થયેલ હતી. અને ગત તા 17/1/25 ના સવારના ફરિયાદીને પૂજાબેનનો ફોન આવેલ હતો કે, હું રાજકોટ હૉસ્પિટલના કામે જાવ છું તમારી પાસે સમય હોય તો આપણે મળીએ જેથી ફરિયાદી તે મહિલાને છત્તર ગામે ઉભા રહેજો ત્યાંથી મારી ગાડીમાં રાજકોટ જસુ તેવું કહ્યું હતું જેથી છત્તર ગામના બસ સ્ટેન્ડ પાસે ફરિયાદી તેના મિત્ર જયદિપ કુવરજીભાઈ ચૌધરી સાથે કાર નં. જીજે 36 બી 1649 લઈને ઊભા હતા ત્યારે પુજાબેને ફોનથી ફરિયાદીને જણાવ્યુ હતું કે તેને પીળા રંગની સાળી પહેરી છે જેથી તેને ઓળખી ગયેલ અને ત્યાર બાદ તેને ગાડીમાં બેસાડીને રાજકોટ સીવીલ હોસ્પીટલે ગયા હતા અને ત્યાર બાદ ટી.જી.એમ. હોટલ ખાતે ગયા હતા ત્યારે પુજાબેને તેનુ સાચુ નામ દિવ્યા હોવાનુ કહ્યું હતું.
ત્યાર બાદ પુજાબેન તેના ફોનથી કોઈને મેસેજ કરતાં હતા અને રાજકોટથી પાછા આવતા હતા ત્યારે છત્તર પાસે પૂજાબેને તેને ઉતારી દેવાનું કહ્યું હતું જેથી છત્તર પાસે વાછકપર રોડે તેને ગાડીમાંથી ઉતારવા માટે ગાડી ઊભી રાખી હતી તેવામાં અચાનક પાછળથી સ્વિફ્ટ કાર નં. જીજે 36 એજે 9172 આવી હતી જેમાંથી પાંચ લોકો નીચે ઉતરેલા હતા અને ત્યાર બાદ ફરિયાદી અને તેની સાથે રહેલા તેના મિત્રને બળજબરીથી સ્વિફ્ટ કાર બેસાડીને અપહરણ કરીને લઈ ગયા ગયા હતા. અને જુદીજુદી જગ્યાએ લઈ જઈને ફરિયાદી સહિત બંનેને લાફા અને ઢીકાનો માર માર્યો હતો. ત્યાર બાદ ગાડી અવાવરુ જગ્યાએ ઊભી રાખીને ફરિયાદીને રુત્વિક નામના શખ્સે લાતો મારી હતી અને કહ્યું હતું કે, “તમે જેને લઈને ફરો છો તે મારી બહેન છે” અને તે સમયે ત્યાં હાજર રહેલા હાર્દિક કિશોરભાઈ મકવાણાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે, “તમે આ લોકો જેમ કહે તેમ કરો નહીંતર તમાર વિરુધ્ધમા બળાત્કારનો કેસ કરીને તમને ફસાવી દેશે., અને તમે જેલમા જાશો” જેથી ફરિયાદી યુવાન ડરી ગયો હતો
ત્યાર બાદ યુવાનને વડવાળા ચાની હોટેલે ગાડીમાં લઈ ગયા હતા ત્યાં ચા પાણી કરીને આ શખ્સોએ ફરિયાદીને ધમકી આપેલ હતી કે “તમે ત્યા કશું બોલતા નહી” અને બાદમાં તે લોકોએ ચા ની હોટલ વાળા રણછોડભાઈ સાથે વાત કરીને કહ્યું હતું કે, “રણછોડભાઈ તમારી જવાબદારી લેસે તો જવા દેસુ પણ તમારે અત્યારે સમાધાનના રૂપીયા પાંચ લાખ આપવા પડશે” જો કે, ત્યાર પહેલા ગાડીમાં બેઠેલા ફરિયાદીના મિત્ર જયદિપ પાસેથી ધંધાના એક લાખ રોકડા સંજયભાઈ ભિખાલાલ પટેલે લઈને દિવ્યાને આપેલ હતા ત્યાર બાદ ફરિયાદી સહિત બંને જવા દીધા હતા. અને બાદમાં મોબાઈલ નં. 99138 63681 અને 72039 90337 ઉપરથી ફોન કરી ફરિયાદીને બાકીના રૂપિયા માટે ધમકી આપીને ઉઘરાણી કરવામાં આવતી હતી. અને તા 19/1 ના રોજ ફરિયાદીને બપોરના સમયે આરોપીઓએ બોલાવેલ હતો જેથી ફરિયાદી તેના મિત્રની સાથે ત્યાં ગયો હતો.
ત્યારે બાકીના ચાર લાખ રૂપિયા લેવા માટે દિવ્યાબેન ઉર્ફે પુજા તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ, સંજયભાઈ ભિખાલાલ પટેલ અને હાર્દીક કિશોરભાઈ મકવાણા રહે. તમામ મોરબી વાળે ચાર લાખ રૂપિયા ડરાવી ધમકાવી બળાત્કારના ખોટા કેસમા ફસાવાની ધમકી આપીને સ્વિફ્ટ કાર નં. જીજે 36 એજે 9172 વાળી લઈ જતા રહ્યા હતા. અને “આ બાબતે કોઈને વાત કરતો નહી નકર પોલીસ ફરીયાદ થસે” તેવી ધમકી આપી હતી. આમ મહિલા સહિતના આરોપીઓએ કાવતરુ રચીને યુવાનને ફસાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બળજબરી કરી રૂપિયા પડાવવામાં આવેલ હતા જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસની તપાસ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા તથા તેની ટિમ કરી રહી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળેલ છે.
