હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ
SHARE









હળવદના ખેડૂતોએ કરી રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ
સરકારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોએ તેનો વિરોધ કરીને હળવદ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છેકે, રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં 250 નો ભાવ વધારો કરેલ છે જેથી કરીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય તેમ છે માટે ખેડૂતોએ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે, કૃષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટી રહ્યા છે તેવા સમયે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે તો ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેનો ઘાટ સર્જાશે.
