મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો


SHARE





મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ આજે બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત ૧૫ વર્ષ સુધી ભુપતભાઈ પંડ્યાએ સેવા આપી હતી અને સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ સતત સમાજને સંગઠીત બનાવવા તેઓ પ્રયત્ન શીલ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે દર રવિવારે મહાપ્રસાદ, કોરોના સમયે કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા અનેક સફળ કાર્યક્રમો કર્યા હતા હાલમાં તેઓની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું અને પરશુરામ ધામા માટે યથાયોગ્ય સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી. જેથી તેઓ સેવા નિવૃત થયેલ છે અને તેમની પરશુરામ ધામ અને સમાજ માટેની સેવાની કદર કરીને સમાજના આગેવાનો દ્વારા તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પરશુરામ ધામના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે તેઓનો આવકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લહેરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઇ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને ભૂપતભાઈ પંડયાની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. અને તેઓની તંદુરસ્તી માટે પરશુરામ દાદાને સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.




Latest News