મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો
મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી કરાઇ
SHARE
મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી કરાઇ
મોરબી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જેમાં શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપત્તિ વ્યવસ્થાપન વિશે ઓનલાઈન સંબોધન કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના પ્રતિનિધિ આસિસ્ટન્ટ ડીસ્ટ્રીક પ્રોજેકટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા ડિઝાસ્ટર મેંનેજમેન્ટ શાખામાંથી ધાર્મિક પુરોહિત, 108 માંથી દિનેશભાઈ જલુ,ઈ.એમ.ટી.દિપીકાબેન પરમાર, પાયલોટ નિલેશભાઈ બકુત્રા,ફાયર ટીમના કર્મયોગી મહેન્દ્રભાઈ ગોહીલ, સંજયભાઈ કામળીયા, નિલેશભાઈ કુંવરિયા વગેરે હાજર રહ્યા હતા અને ફાયર ઓફિસરે આગ કેવી રીતે લાગે છે? આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી. ત્યાર બાદ 108 ની ટીમે તેની કમગિરિની સમજ આપી હતી. આ કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન શાળાના આચાર્ય તુષાર બોપલીયા તેમજ દિનેશભાઈ વડસોલા અને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ પરમારે સભાળ્યું હતું.









