મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
SHARE
મોરબી: સગીરાનું અપહરણ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
એમપીના ભોપાલમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે આરોપી મોરબી તાલુકા વિસ્તારમાં હોવાની બાતમી ત્યાંની પોલીસને મળી હતી જેના આધારે એમપીની પોલીસ મોરબી આવી હતી અને અહીની પોલીસને સાથે રાખીને જાંબુડીયા નજીક આવેલ કારખાનામાંથી ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી અને આરોપીને પકડીને એમપી પોલીસ પરત રવાના થયેલ છે
ગુજરાતના જુદા જુદા રાજ્યમાંથી અવારનવાર સગીરા અને યુવતીના અપહરણ કરીને મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં આરોપી આવતા હોય છે અને ત્યાં રહેતા હોય છે તેવું અનેક વખત સામે આવ્યું છે તેવામાં એમપીમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેથી એમપીની પોલીસ દ્વારા સગીરાને શોધવા માટેના આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં આરોપી છોટુ આહિરવાલ મોરબી તાલુકાના જાંબુડીયા વિસ્તારમાં હોવાની હકીકત મળી હતી જેથી કરીને એમપીની પોલીસ મોરબી પહોંચી હતી અને અહીંની પોલીસને સાથે રાખીને જાંબુડીયા પાસે આવેલ ઇટીકા સીરામીક કારખાનામાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ભોગ બનેલ સગીરા મળી આવી હતી જેથી તેને હસ્તગત કરી હતી અને આરોપી છોટુ આહીવાલ પણ મળી આવ્યો હતો જેથી એમપી પોલીસે તેને ઝડપી લીધેલ હતો અને હાલમાં બંનેને સાથે લઈને એમપી પોલીસ ભોપાલ જવા માટે રવાના થયેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના લૂંટાવદર ગામે રહેતા રાયસીંગભાઇ ઠાકોર (40) નામનો યુવાન બાઇક લઈને નવલખી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે તેને ચક્કર આવતા તે બાઈક સહિત રસ્તા પર નીચે પટકાયો હતો જેથી તેને માથાના ભાગે ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં બે યુવાનને ઇજા
મોરબી તાલુકાના લખધીરપુર પાસે નવાગામ ખાતે રહેતા શૈલેષભાઈ કરસનભાઈ જોગડીયા (30) અને વિશાલભાઈ બકુલભાઈ જોગડીયા (22) નામના બે યુવાનો મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી રિક્ષામાં જતા હતા ત્યારે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંને યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી









