વન વીક વન રોડ: મોરબીના વાવડી રોડે દુકાનદારોના કાચા-પાકા દબાણોનો ભુક્કો બોલાવતું સરકારી બુલડોઝર અનોખો વિરોધ: મોરબીમાં ઘરે પાણી ન આવતા આધેડે ઘરમાં પાણીના ટાંકામાં બેસીને શરૂ કર્યા અનશન મોરબી હજરત રોયલા પીર (ર.અ.) મુબારકના ઉર્ષ મુબારકની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ મોરબી : સસ્તામાં બાઈક લેવુ યુવાનને ભારે પડ્યું, રૂા.૨૦ હજારનો ધુમ્બો મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક​​​​​​​  દીકરો દીકરી એક સમાન: જામદુધઈ ગામે દીકરીએ પિતાને કાંધ આપીને મુખગ્નિ આપી વાંકાનેરના પંચાસિયા પાસેથી 27,840 બોટલ દારૂ પકડવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સાત દિવસના રિમાન્ડ મંજૂર મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

નવલખી બંદર ઉપર ટ્રક હેઠળ કચડાઈ જવાથી મોરબીના યુવાનનું મોત


SHARE











નવલખી બંદર ઉપર ટ્રક હેઠળ કચડાઈ જવાથી મોરબીના યુવાનનું મોત

મોરબીના નવલખી બંદર ઉપર ટ્રક નીચે કચડાઈ જવાના કારણે મોરબીમાં રહેતા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ગોગાભાઈ દેગામા (47) નામનો યુવાન નવલખી બંદર ખાતે હતો ત્યારે ત્યાં ટ્રક હેઠળ કચડાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કલ્પેશભાઈ ગાંભવા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રાજેશભાઈ દેગામા નવલખી બંદર ખાતે કોલસા વીણવાનું કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક હેઠળ કચડાઈ જવાના કારણે તેનું મોત થયું હતું.

ટ્રકમાં આગ

નવલખી બંદર ખાતે આવેલ જેટી ખાતે કોઈ કારણોસર ટ્રક નંબર જીજે 36 બી 1226 માં આગ લાગી હતી જેથી ટ્રક સળગી ગયો હતો અને આ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી હતી જોકે ટ્રકમાં લાગેલ આગના કારણે ટ્રકમાં નુકસાન થયું હતું અને આ અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ થઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News