મોરબી પોલીસે જાહેરમાં જોખમી સ્ટંટ કરનાર તથા દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર બે શખ્સને ઝડપી પાડ્યા
SHARE







મોરબી પોલીસે જાહેરમાં જોખમી સ્ટંટ કરનાર તથા દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર બે શખ્સને ઝડપી પાડ્યા
મોરબીના વીસીપરા નજીક સ્મશાનમાં બાઈકના સ્ટેરીંગને એક હાથે પકડીને ગોળગોળ ફેરવીને જોખમી રીતે સ્ટંટ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે બાબતે પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં સ્ટંટબાઝ ઇસમને પકડી પાડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.તે રીતે જ મોરબીમાં દારૂના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી ફરાર ઇસમને પણ પકડી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં જોખમી રીતે બાઈક સ્ટંટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો.સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાઈરલ થયો હતો અને વિડીયો વાઈરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને ગુનો નોંધ્યા બાદ વિસીપરામાં સ્મશાન નજીક જાહેરમાં જોખમી બાઇક સ્ટંટ કરનાર સ્ટંટબાઝ ફયાઝ ઉર્ફે ઈરફાન જુમાભાઈ સમાને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.તેમજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે.યશોદાનગર ભચાઉ કચ્છ ફરાર હોય અને આ ઈસમ મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક વસુંધરા હોટલ નજીક હોવાની બાતમી મોરબી પેરોલ ફર્લો સ્કોવોડના વિક્રમભાઇ બોરાણા, ઇશ્વરભાઇ કલોત્રા અને ભરતભાઇ જીલરીયાને મળી હતી.જેથી ત્યાં વોચ ગોઠવી હતી અને ત્યાંથી છેલ્લા એક વર્ષથી બી ડિવિઝનના દારૂના કેસમાં ફરાર દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી બાવાજી સાધુ (34) રહે.યશોદાનગર નાની ચિરઈ ભચાઉ (કચ્છ) વાળો મળી આવતા તેને પકડી પાડ્યો હતો અને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે હાલ બી ડિવિઝન પોલીસ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
