ભારે કરી: મોરબીમાં પાણી ન આવતા ઘરના પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી
હળવદ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE







હળવદ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી જીલ્લામાં દારૂ અને મારામારીના ગુનામાં અવાર નવાર પકડાતાં શખ્સોની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં હળવદ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ સામે પાસા દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવતા તેને પાસ હેઠળ ડિટેઇન કરીને અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી જે બંને દરખાસ્તને કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવતા બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતા અને આરોપી મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરસ તાલુકો ધ્રાંગધ્રા તેમજ સંજયભાઇ હસમુખભાઈ દેકાવડીયા રહે. ભવાનીગઢ (જોકડા) તાલુકો મુળી વાળાને પાસા હેઠળ ડિટેઇન કરવામાં આવ્યા હતા અને એક આરોપીને અમદાવાદ તથા બીજા આરોપીને વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.

