મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત થવાના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેર નજીક અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત થવાના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર હસનપર ઓવરબ્રિજ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાન અને તેની દીકરીનું મોત નીપજ્યું હતું અને યુવાનની પત્ની તેમજ તેની બીજી દીકરીને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા રમેશભાઈ ગાંડુભાઈ પરબતાણી (52) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 36 વી 2233 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો દીકરો મયુર રમેશભાઈ પરબતાણી (24) પોતાના બાઇક નંબર જીજે 12 બીકે 8195 ઉપર પોતાના પત્ની અને બે દીકરીઓ સાથે વાંકાનેર નજીક નેશનલ હાઈવે રોડ ઉપર હસનપરના ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાં કોઈપણ જાતનું આડસ કે સિગ્નલ રાખ્યા વગર ઊભો રાખ્યો હતો જેની સાથે ફરિયાદીના દીકરાનું બાઈક અથડાયું હતું અને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીના દીકરા મયુરભાઈ (24) તથા ફરિયાદીની પૌત્રી પ્રીતિ (5) નું મોત નીપજયું હતું અને ફરિયાદીના પુત્રવધૂ ભાવુબેન (23) તથા પૌત્રી હેમાંશી (1)ને ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતા આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જુગારની બે રેડ

મોરબીના લાલપર ગામની સીમમાં સીરામીક કારખાનાની બાજુમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હોય ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા કલ્પેશ દિનેશભાઈ મજેઠીયા રહે. મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 470 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરાવાળી રેલવે ફાટકની બાજુમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા સુનિલ કેશુભાઈ અગેચાણીયા તથા રણછોડ કેશુભાઈ અગેચાણીયા રહે બંને વ્સિપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 470 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News