મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની કરી ઉજવણી
માળીયા (મી.) તાલુકામાં સરકારી શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવા કોંગ્રેસની માંગ
SHARE







માળીયા (મી.) તાલુકામાં સરકારી શાળાના શિક્ષકોની ઘટ પૂરી કરવા કોંગ્રેસની માંગ
માળીયા (મી.) તાલુકામાં આવેલ સરકારી શાળાઓમાં શિક્ષકોની હાલમાં ઘટ છે જેથી કરીને માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે માંગ કરી છે.
માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયાએ જે આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી.) તાલુકાની જુદીજુદી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. જેથી કરીને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેથી કરીને સરકારી શાળામાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગ કરેલ છે.

