હળવદના મયુરનગર ગામે વાડીના ગોડાઉનમાંથી 938 બોટલ દારૂ અને 264 બિયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
SHARE







હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 938 તથા 264 બીયર ટીન મળી આવેલ હતા જેથી એલસીબીની ટીમે 7,91,446 નો મુદામાલ કબજે કરેલ છે
મોરબી જીલ્લા એલસીબીની પીઆઇ એમ.પી.પંડયાની સુચના મુબજ સ્ટાફ કામે કરે છે તેવામાં પીઆઇ એમ.પી. પંડ્યાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મયુરનગર ગામના ભાનુભાઇ ચંદુભાઇ ડાંગરે પોતાના કબ્જા ભોગવટા વાળી વાડી મયુરનગર ગામની પાદર વાળી સીમમાં આવેલ છે તે વાડીના ગોડાઉનમાં દારૂનો જથ્થો છે જે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 938 તથા 264 બીયર ટીન મળી આવેલ હતા જેથી એલસીબીની ટીમે 7,91,446 નો મુદામાલ કબજે કરેલ છે જો કે, રેડ કરી ત્યારે આરોપી ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઇ ડાંગર રહે. મયુરનગર (વાટાવદર) તાલુકો હળવદ વાળો હાજર ન હોય તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
