હળવદના મયુરનગર ગામે વાડીના ગોડાઉનમાંથી 938 બોટલ દારૂ અને 264 બિયરના ટીન ઝડપાયા, આરોપીની શોધખોળ
મોરબીના લાલપર ગામે માતાએ ઘર કામ માટે ઠપકો આપતા યુવતીએ અણધાર્યું પહળુ ભર્યું
SHARE







મોરબીના લાલપર ગામે માતાએ ઘર કામ માટે ઠપકો આપતા યુવતીએ અણધાર્યું પહળુ ભર્યું
મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા પરિવારની દીકરીને તેની માતાએ કામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા પોતે પોતાની જાતે રૂમમાં છત ઉપર લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક યુવતીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળના ભાગમાં રહેતા તૈયબભાઈ મામદભાઈ સુમરા (56)ની દીકરી મુસ્કાન તૈયબભાઈ સુમરા (23)એ પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર રૂમમાં લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતક યુવતીના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો જેથી તે યુવતીને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે
