મોરબીના લાલપર ગામે માતાએ ઘર કામ માટે ઠપકો આપતા યુવતીએ અણધાર્યું પહળુ ભર્યું
હળવદ અને મોરબીમાં દારૂની 4 રેડ: દારૂની નાની-મોટી 68 બોટલ સાથે 3 પકડાયા, 2 શખ્સની શોધખોળ
SHARE






હળવદ અને મોરબીમાં દારૂની 4 રેડ: દારૂની નાની-મોટી 68 બોટલ સાથે 3 પકડાયા, 2 શખ્સની શોધખોળ
હળવદના મોરબી દરવાજા પાસે આવેલ પટેલ વાડી નજીક પડેલ કારને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 40 બોટલો મળી આવતા પોલીસે દારૂ અને કાર મળીને 3,25,640 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કારનો ચાલક હાજર ન હોવાથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ મોરબી દરવાજા પાસે પટેલ વાડી નજીક કાર નંબર જીજે 36 એસી 6175 પડી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારની અંદરથી દારૂની 40 બોટલો મળી આવતા 25,640 ની કિંમતની દારૂની બોટલો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,25,640 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી હળવદ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
સાત બોટલ દારૂ
મોરબીના રવાપર ગામે આવેલ સરદાર પટેલ સોસાયટી સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની સાત બોટલો મળી આવી હતી જેથી પોલીસે 10,500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશ દાનાભાઈ જારીયા (34) રહે. રવાપર ગામ હનુમાનજી મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો
20 બોટલ દારૂ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 20 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિશાલ રાજેશભાઈ બાનાણી (30) રહે. પરસોતમ ચોક મહેશ્વરી મિલની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો જુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક રહે. પંચાસર રોડ ભારતનગર-1 મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા આ બંને શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
એક બોટલ દારૂ
મોરબીમાં ત્રાજપર નજીક આવેલ વૃષભનગર સોસાયટી પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 700 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને રાજ પિયુષભાઈ કુંવરિયા (23) રહે. હાઉસિંગ બોર્ડ પાસે ઋષિકેશ સ્કૂલની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


