મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દેનારા દુકાનદારને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેસની સજા


SHARE







મોરબી તાલુકામાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દેનારા દુકાનદારને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેસની સજા

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્થિર મગજની સગીરા દુકાને વસ્તુ લેવા માટે ગઈ હતી ત્યારે દુકાનદારે દુકાનનું શટર બંધ કરીને તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરીશ તો તારી માતાને મારી નાખશે તેવી ધમકી આપી હતી દરમ્યાન સગીરાને ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી આ બાબતે સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ત્યારે ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા તથા 85 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ભોગ બનેલ સગીરાને વળતર અને દંડની રકમ ભારે તો તે રકમ પણ સગીરાને આપવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે

આ કેસની મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા ગામની અંદર આવેલ સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયાની દુકાને વસ્તુ લેવા માટે વર્ષ 2022 માં ગઈ હતી ત્યારે દુકાનદારે આ માનસિક અસ્થિર સગીરાને દુકાનની અંદર લઈને સટર બંધ કર્યું હતું અને ત્યાર બાદ સગીરાની સાથે બળજબરીથી કપડા કાઢીને દુષ્કર્મ આચર્યું હતું અને જો આ બાબતની કોઈને જાણ કરશે તો સગીરાને તેની માતાને મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સગીરાએ આ બાબતની જે તે સમયે કોઈને જાણ કરી ન હતી અને ત્યાર બાદ સગીરાને થોડા સમય બાદ પેટમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારે તે સગીરાને 19 અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયા ની ધરપકડ કરી હતી અને જે તે સમયે કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ કેસ મોરબીમાં મહે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારીઆ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા રજુ કરવામાં આવેલા 44 પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી સુરેશ ભગવાનજીભાઈ ઝાલરીયાને જીવનના છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારી છે અને જુદી જુદી કલમ હેઠળ કુળ મળીને 85 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેમજ ભોગ બનેલ સગીરાને 4 લાખનું વળતર અને આરોપી દ્વારા જો દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત 4.85 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.




Latest News