મોરબી જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ની તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓની તારીખો જાહેર કરાઇ માળીયા (મી)ના વીર વિદરકા ગામે ગરબી ચોકમાં થયેલ દબાણનું ડિમોલેશન છેલ્લી ઘડીએ રોકવામાં આવતા અનેક તર્કવિતર્ક દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા


SHARE







મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા

મોરબીની શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવેલ અને ૬૩ વર્ષોથી મોરબીમાં કાર્યરત એવી શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો આપતી હોય છે.તે અંતર્ગત તાજેતરમાં જ શાળાના સંચાલક મંડળ દ્વારા ફેવરિટ ટીચર્સ એવોર્ડ આપીને શિક્ષકોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેમાં વિદ્યાર્થીઓને પોતાના ફેવરિટ ટીચરને પસંદ કરવાની તક આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓએ પસંદ કરેલ શિક્ષકને ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

ફેવરિટ ટીચર્સને સન્માનવાનો આ કાર્યક્રમ મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર.હાઇસ્કૂલ ખાતે "ફેવરીટ ટીચર" એવોર્ડ કાર્યક્રમ શાળાના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઈ કુંડારીયાના મુખ્ય મહેમાન પદે  યોજાયેલ જેમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ લખમણભાઇ કંજારીયા ઉપસ્થિત રહ્યા હતા.ફેવરિટ ટીચર એવોર્ડ વિજેતા શિક્ષક અજયભાઈ ધાંધલ્યાની ફેવરિટ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષક તરીકેની કામગીરીને એવોર્ડ આપી બીરદાવેલ હતી.અજયભાઈ ધાંધલીયાને સન્માનપત્ર, સાલ તથા રૂા.૫૦૦૧ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં સ્વાગત આચાર્ય ભરતભાઈ ગોપાણીએ કરેલ અને આભાર દર્શન બૈજુભાઈ દવેએ કર્યુ હતુ.ભાવિષાબેન અપારનાથીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું.આ પ્રસંગે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા.




Latest News