મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સમાજસેવા-ગૌસેવા વેલજીભાઈ ઉઘરેજાનું વિશેષ સન્માન કરાયું
SHARE






મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સમાજસેવા-ગૌસેવા વેલજીભાઈ ઉઘરેજાનું વિશેષ સન્માન કરાયું
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, મુખ્ય અતિથિ તરીકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ગૌસેવક વેલજીભાઈ ઉઘરેજા (બોસ ગ્રુપ) તેમજ સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દ્વારા વેલજીભાઈ ઉઘરેજાની સમાજસેવા અને ગૌસેવાને બિરદાવતા સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ જુદાજુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વિધાર્થીઓએ કોલેજ અભ્યાસ દરમિયાન ખુબ જ પ્રતિષ્ઠિત કહી શકાય તેવી CA-FOUNDATION તથા CA-INTER જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટી કક્ષાએ 100 માંથી 100 ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.


