મોરબી-વાંકાનેર તાલુકાના દારૂના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા
વાંકાનેરની ધરમનગર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી
SHARE
વાંકાનેરની ધરમનગર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી
વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરના દરવાજા પાસે બુલેટ પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બુલેટ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બુલેટની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ નથુભાઈ સેટાણીયા (28)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, પોતે પોતાના ઘરના દરવાજા સામે તેનું બુલેટ નંબર જીજે 36 પી 5031 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બુલેટ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
માતા-દીકરી સારવારમાં
મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામકો વિલેજ ખાતે રહેતા શિલ્પાબા મહેન્દ્રસિંહ ચૌહાણ (40) અને ભાવિકાબા મહેન્દ્રસિંહ ચૌહાણ (17) નામના બે મહિલાઓને ઈજા થયેલ હોવાથી ઇજા પામેલા માતા અને દીકરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ બાઈકમાં જતાં હતા ત્યારે રોજડુ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં બંને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
યુવાન સારવારમાં
મોરબી નજીક આવેલ મકાનસર ગામ પાસે પોલીસ હેડ કવાર્ટર પાસે રાત્રિના સમયે બેભાન હાલતમાં મનોજ ભુપતભાઈવિઝવાડિયા (25) રહે. ધણાદ જિલ્લો સુરેન્દ્રનગર વાળો મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી કરી છે