વાંકાનેરની ધરમનગર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બુલેટની ચોરી
વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત ચાર પકડાયા
SHARE
વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત ચાર પકડાયા
વાંકાનેરના નવાપરા ખડીપરામાં મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 5230 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરીને સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવાપરા ખડીપરામાં આવેલ રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિપક નરેન્દ્રદાસ નિશાદ (26), સરમન નરેન્દ્રદાસ નિશાદ (28), બલવાન ઉદલસિંગ નિશાદ (40) અને શાંતીબેન ભીમજીભાઇ રાઠોડ (50) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 5,230 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કુબેર ટોકીઝ પાસેથી બાઈક લઈને કૌશલ પ્રાગજીભાઈ ઠોરિયા (37) રહે. શિવાલિકા હાઈટસ રવાપર વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને રિક્ષા વાળાએ ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતો ઝરવરીયા ચંદ્રેશભાઇ મનસુખભાઈ (25) નામનો યુવાન વાડીએ જતા રસ્તે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.