મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારામાં પાટીદાર સમાજનો રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે


SHARE













ટંકારામાં પાટીદાર સમાજનો રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે

ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના  તા.2 ને રવિવારના રોજ રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાશે જેમાં 27 યુગલો પ્રભુતામાં ડગ માંડશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. અને નવયુગલને આશીર્વાદ આપશે.

સમૂહલગ્ન સાથે સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાઓનો સન્માન તથા ભોજન સમારંભ યોજાશે આ સમૂહલગ્નમાં દાતાઓના સહકારથી કન્યાઓને કરિયાવર પણ આપવામાં આવશે અને આ કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી, કારોબારી કમિટી, મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે.






Latest News