ટંકારામાં પાટીદાર સમાજનો રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે
મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા
SHARE
મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા
તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ ફેનીલભાઈ ઓઝા, અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને છ જેટલા વિપ્ર એડવોકેટની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓમાં મોરબીના એડવોકેટ ફેનિલભાઈ ઓઝા, ભરતભાઈ રાવલ, ચેતનભાઇ દવે, નીતાબેન ત્રિવેદી, યતિનભાઈ દવે, ઉમેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોને નોટરી તરીકે નિમવામાં આવ્યા હોય બ્રહ્મ સમાજના જુના નોટરી બી.કે. ભટ્ટ, રાજેશભાઈ જોશી અને મનીષભાઈ જોશી સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.તે ઉપરાંત વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર, જાગૃતીબેન ભીંડોરા અને જયંતીભાઈ સેવરા સહિતના અન્ય એડવોકેટ મિત્રોની પણ નોટરી તરીકે હાલ વરણી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ નોટરીઓની નિંમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે.