મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા
હળવદના વેગડવાડ રોડે બાઈક આડે ખુંટીયો આવતા થયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
SHARE







હળવદના વેગડવાડ રોડે બાઈક આડે ખુંટીયો આવતા થયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
હળવદ તાલુકાનાં વેગડવાવ રોડ ઉપરથી આધેડ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે અચાનક ખુટિયો આવ્યો હતો જેથી અકસ્માત થયો હતો અને આધેડને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે.
હાલમાં જાણવા મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી સાંજે સમયે નવા ઇસનપુર ગામે રહેતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદ (55) બાઈક લઈને વેગડવાવ રોડેથી જતાં હતા ત્યારે ભવાનીનગર ઢોરા પાસે ઓચિંતા બાઈકની આડે ખુંટીયો આવ્યો હતો જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર કારગત ન નિવડતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદનું મોત નિપજ્યું છે. જેની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

