મોરબીના પરશુરામ ધામ ખાતે મહાકુંભની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે યજ્ઞ યોજાશે
મોરબીના પી.જી.પટેલ કોલેજ દ્વારા વાવડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
SHARE
મોરબીના પી.જી.પટેલ કોલેજ દ્વારા વાવડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ વાવડી ખાતે આવેલ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓએ ટીમ બનાવીને મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેસ્ટમેન બેસ્ટ બોલર અને પ્લેયર ઓફ ધ સિરીઝ તથા વિજેતા બનેલી ટીમ એસ.વાય. બીકોમ [English Medium] ને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે મોરબી પી.જી.પટેલ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા હેમત ઉઠાવવામાં આવી હતી આ તકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડૉ.રવિન્દ્ર ભટ્ટ તથા કોલેજ સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.