મોરબીના પી.જી.પટેલ કોલેજ દ્વારા વાવડી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
મોરબીના બેલા ગામે દેશી દારૂના હાટડા ઉપર લોકોની જનતા રેડ: દેશી દારૂ વેચનાર-લેનાર લોકોમાં નાસ ભાગનો વિડીયો વાયરલ
SHARE
મોરબીના બેલા ગામે દેશી દારૂના હાટડા ઉપર લોકોની જનતા રેડ: દેશી દારૂ વેચનાર-લેનાર લોકોમાં નાસ ભાગનો વિડીયો વાયરલ
મોરબીના ગ્રામ્ય વિસ્તારોને ઔદ્યોગિક વિસ્તારની આસપાસમાં દેશી દારૂનો બેફામ વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી તાલુકાના બેલા ગામે આવેલા તળાવ પાસે દેશી દારૂનું વેચાણ ચાલુ હતું ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યારે દેશી દારૂ વેચનાર તથા દારૂ લેવા આવનાર લોકોમાં નાસ ભાગ મચી ગઈ હતી જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ સહિતના નશાકારક દ્રવ્યોનું વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે દરમ્યાન ઘણી વખત સ્થાનિક લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવતી હોય તેવું પણ અગાઉ બન્યું છે તેવામાં આજે સાંજથી મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ તળાવ નજીક દેશી દારૂના ધંધાર્થીઓ દ્વારા દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું ત્યારે જનતા રેડ કરવામાં આવતા દેશી દારૂનું વેચાણ કરનારા તથા દેશી દારૂ લેવા માટે આવનારા લોકો ત્યાંથી ભાગતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે.
હાલમાં આજે વીડિયો વાયરલ થયેલ છે તેમાં એક મહિલા સહિત કુલ મળીને નવ વ્યક્તિઓ જનતા રેડ પડવાથી ભાગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે સવાલએ ઊભો થાય છે કે જો જનતા રેડ કરીને દેશી દારૂનું વેચાણ ચાલુ હોય ત્યાં દેશી દારૂના હાટડા બંધ કરાવતી હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે ? મોરબીમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં દરરોજનું હજારો લિટર દેશી દારૂનું વેચાણ થાય છે તેની સામે સ્થાનિક પોલીસ દ્વારા જાણે કે દેશી દારૂના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી હોય તેવી રીતે એક, બે, ત્રણ, પાંચ લીટર દેશી દારૂ કબજે કરીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો સવાલ એ ઉભો થાય છે કે મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ દરરોજ થતું હોય છે તેમ છતાં પણ આ દૂષણને કેમ ડામવામાં આવતું નથી.