માળીયા (મી)ના તાલુકામાં ડીઝલની ચોરી કરતા 43.71 લાખના મુદામાલ સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર
SHARE
માળીયા (મી)ના તાલુકામાં ડીઝલની ચોરી કરતા 43.71 લાખના મુદામાલ સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર
માળિયા તાલુકા પોલીસે બાતમી આધારે માળિયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં બંધ પડેલા ફાર્મ હાઉસ સામેના ભાગમાં ઉભેલા ટેન્કર પાસે રેડ કરી હતી ત્યારે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી પોલીસે ટેન્કરના ડ્રાઇવર તથા ક્લિનર ની ધરપકડ કરી હતી અને 43,71,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે પોલીસને જોઈને એક શખ્સ નાસી છૂટ્યો હતો જેથી ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે અને જે બે આરોપીને પકડવામાં આવેલ છે તેના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
માળિયા મિયાણાં તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં બંધ પડેલા ફાર્મ હાઉસની સામે ખરાબામાં સ્થાનિક પોલીસે રેડ કરી હતી અને ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાર બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સની સામે નામ જોગ ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચાચાવદરડા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં ટેન્કર નંબર આરજે 14 જીજી 3790 ઉભું રાખીને તે ટેન્કરની અંદર ભરવામાં આવેલ લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી અને જયારે રેડ કરી હતી ત્યારે તકનો લાભ લઈને દશરથભાઈ જસાભાઈ હુંબલ રહે. મોટી બરાર તાલુકો માળીયા (મી) વાળો નાસી છૂટ્યો હતો જોકે પોલીસે સ્થળ ઉપરથી ટેન્કરના ડ્રાઇવર નવદિપભાઈ પુરણભાઈ દુકિયા (27) તથા ક્લિનર તારાચંદ હરલાલસિંહ દુકિયા (27)રહે હાલ બને મંડુલી હોટલ ખાવડી જામનગર મૂળ રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ડીઝલ અને ટેન્કર સહિત કુલ મળીને 43,71,650 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે અને રેડ સમયે નાશી છૂટેલા આરોપીની શોધખોળ ચાલી રહી છે