મોરબીના નવલખી રોડે આવેલ સોસાયટીમાં કુતરાએ અનેક લોકોને બચકા ભર્યા: સીસીટીવી વિડીયો વાયરલ મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો પ્રયાસ કરનાર આઇસર ટ્રકના ચાલકની ધરપકડ


SHARE













મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો પ્રયાસ કરનાર આઇસર ટ્રકના ચાલકની ધરપકડ

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી રોંગ સાઈડમાં આઇસર લઈને નીકળેલા શખ્સને તેનું વાહન ઉભું રાખવા માટે ટ્રાફિક પોલીસે કર્યું હતું ત્યારે આઇસરનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો ત્યાર બાદ તેની પાછળ બાઇક ઉપર ગયેલા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો આઇસરના ચાલકે પ્રયાસ કર્યો હતો જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાની કોશીશ અને ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

 

મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામાં (37)એ આઇસર ટ્રક નંબર જીજે સીઝેડ 9324 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તેઓ પોતાની ફરજ ઉપર હતા અને ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા દરમિયાન આરોપી પોતાના હવાલા વાળું આઇસર રોંગ સાઈડમાં ચલાવીને નીકળ્યો હતો જેથી તેને આઇસર ટ્રક ઉભો રાખવા માટે થઈને ઇસારો કર્યો હતો જોકે આઇસર ટ્રકના ચાલકને તે સારું ન લાગતા તેણે ફરિયાદીની નજીક સુધી પોતાનું વાહન લઈ આવીને ત્યાંથી કાવું મારીને આઇસર લઈને તે ભાગી ગયો હતો જેથી ફરિયાદી તથા ટીઆરબી જવાન બાઈક ઉપર આઇસર ટ્રકની પાછળ ગયા હતા.

ત્યારે આઇસર ટ્રકના ચાલકે યુટર્ન લેતા ફરિયાદી તથા ટીઆરબીને મારી નાખવાના ઇરાદે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીને ડાબા ખભામાં તથા તેની સાથે રહેલા ટીઆરબીને ડાબા પગની ઘૂટીમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જોકે આ અકસ્માત સર્જીને આઇસર ટ્રકનો ચાલક પોતાના હવાલા વાળું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી ઈજા પામેલ બંને પોલીસ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ પોલીસ જવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં બી ડિવિઝનના પીઆઈ એન.એ.વસાવા અને તેની ટીમ દ્વારા આરોપી સલીમ યાકુબ વારૈયા જાતે ઘાંચી વ્હોરા (35) ધંધો ડ્રાઇવિંગ રહે. સરખેજ વિસ્તાર હબીબપારખ સોસાયટી શાકમાર્કેટ પાસે અમદાવાદ વાળાની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News