મોરબીમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનને કચડી નાખવાનો પ્રયાસ કરનાર આઇસર ટ્રકના ચાલકની ધરપકડ
મોરબીમાં ઘરમાંથી 48 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
SHARE
મોરબીમાં ઘરમાંથી 48 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલ મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે ઘરધણીની ધરપકડ કરી હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મહેશ મકવાણાના ઘરમાંથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 26,976 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશ ધનજીભાઈ મકવાણા (39) રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને ઋષિરાજસિંહ જાડેજા રહે. મોરબી વાળાએ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ઋષિરાજસિંહ જાડેજાને પકડવા માટે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીની ત્રાજપર ચોકડી પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રિક્ષામાં જઈ રહેલા રવિ ભરતભાઈ (12) નામના બાળકને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા બાળકને 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી