રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

પોલીસ-પરિવારને ગુમરાહ કરવાની થીયરી ફેઇલ: માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવાન ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ, બે સામે ફરીયાદ


SHARE







માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં મોરબીથી શિકાર કરવા માટે બે મિત્રો ગયા હતા અને માળિયાનો એક શખ્સ તેની સાથે હતો દરમિયાન આ ત્રણેય શકતો શિકારની રાહ જોઈને બેઠા હતા અને તેની પાસે દેશી બનાવટની લોડ કરેલી બંદૂક પણ હતી તેવામાં શિકાર આવી જતા ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે લોડ કરેલી બંદૂકમાંથી યુવાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ પાસે શિકાર કરવા ગયેલા વસીમ પિલુડીયા નામના યુવાનને ગોળી વાગતા તેનું મોત નિપજ્યુ હતું જે બનાવ સંદર્ભે પ્રથમ પોલીસ અને મૃતક યુવાનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે થઈને મૃતક યુવાનની સાથે રહેલા શખ્સોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે શિકાર કરવા માટે જતા હતા ત્યારે યુવાન પોતાના બાઈક ઉપર થી પડી ગયો હતો અને તેની પાસે રહેલ બંદૂકમાંથી ગોળી છૂટવાના કારણે તે ગોળી યુવાનને વાગી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું જોકે આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જેની પોલીસ સ્ટેશનથી મળતી વિગત પ્રમાણે મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર 10 માં રહેતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પિલુડીયાએ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. મિયાણા વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં ફરીયાદીએ જણાવ્યું છે કે તેનો દીકરો વસીમ ગુલામહુસેન પીલુડિયા (38) તથા અસલમ અને જાવીદ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોજડા નો શિકાર કરવા માટે થઈને મોરબીથી ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢી હતી અને તેને લોડ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને દીકરો વસીમ સહિતના ત્રણેય વ્યક્તિઓ શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેથી વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ ચલાવી રહ્યા છે




Latest News