મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન


SHARE













મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન

ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની ૩૨૪૩૮ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે ૪૬૭૨ જગ્યાઓ ભરવામાં આવશે.

જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે. આગામી તા. ૭/૨ ના એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તા. ૧૦/૨ ના કે.કે.શાહ હાઇસ્કુલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કુલ-વાંકાનેર ખાતે, તા. ૧૧/૨ ના આઈ.ટી.આઈ.-ટંકારામાં અને તા. ૧૨/૨ ના યુ.એન.મહેતા આર્ટસ કોલેજ- મોરબી ખાતે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ઉમેદવારો રૂબરૂ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News