...તો હળવદ તાલુકાનાં ૧૫ ગામમાં ખેડૂતો કરશે આગામી ચૂંટણીઓનો બહિષ્કાર
SHARE
...તો હળવદ તાલુકાનાં ૧૫ ગામમાં ખેડૂતો કરશે આગામી ચૂંટણીઓનો બહિષ્કાર
મોરબી જીલ્લામાં આવેલ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાનાં ૧૫ ગામના ખેડૂતો ભેગા થયા હતા અને કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજ લાઇન પથરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે તેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી જેની અત્યાર સુધીમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને સીએમ સુધી રજૂઆતો કરવામાં આવી છે તો પણ ન્યાય કરવામાં આવેલ નથી જેથી કરીને ખેડૂતોએ મામલતદાર કચેરી પાસે અર્ધનગ્ન થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો અને હાલમાં વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો ન્યાય નહિ કરવામાં આવે તો અંત સુધી લડી લેવાની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે
ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જો કે સરકારી અધિકારીઑ દ્વારા ખેડૂતોને પાયમાલ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ખેડૂતો આજે હળવદ તાલુકા મામલતદાર કચેરીએ ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોચ્યા હતા અને ખેડૂતના કહેવા મુજબ કચ્છના લાકડિયાથી વડોદરા સુધીની વિજલાઇન પથરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં હળવદ, રાણેકપર, ઢવાણા, પ્રતાપગઢ, સુરવદર, માનસર સહિતના ખેડુતોને પૂરતું વળતર કંપની દ્વારા આપવામાં આવી રહ્યું નથી
ખેડૂતોએ જણાવ્યુ છે કે, હાલમાં કચ્છ જીલ્લામાં ખારી જમીન માટે જે વળતર આપવામાં આવી રહયું છે તેના કરતાં પણ ઓછું વળતર હળવદની ઉપજાઉ જમીન માટે આપવામાં આવી રહ્યું છે જે ખરેખર અન્યાય સમાન છે માટે અગાઉ કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ ખેડૂતોની વાતને સાંભળવામાં આવી રહી નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ કરીને વીજલાઇન પાથરતી કંપની દ્વારા તેઓને પુરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
વધુમાં ખેડૂતોએ જણાવ્યુ છે કે, ૭૬૫ કે.વી. વિજલાઇન અને જેટકોની લાઇન પસાર થતા ખેડુતોની આજીવીકા છીનવાઇ જાય તેવો ઘાટ છે માટે ખેડૂતોને પૂરું વળતર કંપની દ્વારા આપવામાં આવે તે અનિવાર્ય છે અને આજે અર્ધનગ્ન અવસ્થામાં હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા ખેડૂતો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ૧૫ ગામના ખેડૂતોને પુરતા પ્રમાણમાં કંપની તરફથી વળતર આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનાર સરપંચની ચૂંટણીઓનો તેમના દ્વારા બહિષ્કાર કરવામાં આવશે અને જો કંપની દ્વારા કામ શરૂ કરવામાં આવશે તો જે ખાડા ખોદવામાં આવશે તેમાં જ ખેડૂતો દ્વારા સમાધિ લેવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છ